PMAY યોજનાનું વિવરણ

વર્ષ 2015માં, ભારત સરકારે પ્રધાન મંત્રી આવાય યોજના (PMAY) નામે એક યોજનાનો પ્રારંભ કર્યો હતો.

PMAY યોજનાનો આશય. દેશના તમામ લોકોને 2022 સુધીમાં તેમને પરવડી શકે તેવું ઘર આપવાનો હતો. ICICI હોમ ફાઇનાન્સ ખાતે અમે, કેન્દ્ર સરકારના ‘હાઉસિંગ ફોર ઓલ’ મિશન સાથે જોડાયા છીએ અને પ્રધાન મંત્રી આવાસ યોજના( PMAY)માં રેખાંકિત કરાયેલા ફાયદાઓ આપીએ છીએ.

કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી ગરીબી નાબુદીકરણ મંત્રાલય (MoHUPA)એ જૂન 2015માં, ભારતમાં હાઉસિંગની માગોને પૂર્ણ કરવા માટે અને EWS/ LIG/MIG સેગમેન્ટના લોકોની ઘરની ખરીદી/બાંધકામ/વિસ્તાર/સુધારા માટે પ્રધાન મંત્રી આવાસ યોજના – શહેરી- હેઠળ ક્રેડિટ લિન્ક્ડ સબસિડી (CLSS) સ્કીમના નામે એક સબસિડી યોજના શરૂ કરી હતી.

અમારી હોમ લોન પ્રોડક્ટ, અપના ઘરને પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY) ના વિસ્તાર તરીકે તૈયાર કરાઇ છે, જે રૂપિયા 2.67 લાખ સુધીના સબસિડી ફાયદા આપે છે. અરજીની પ્રક્રિયાથી માંડીને લાયકાતના ધોરણોથી લઇ રકમની ફેરચુકવણીના વિકલ્પો સુધી, અમે તમારા અને તમારા પરિવારના સ્વપ્નોને સાચા સાબિત કરવામાં તમને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

જો તમારું સ્વપ્નનું ઘર તમને દરવાજામાં કેદ સમુદાયથી આગળ, ગ્રામ પંચાયતો અને નિયમિત કોલોનીઓમા લઇ જાય તો, અમે તમને સમર્થન આપીશું. જો તમે ITR જેવા આવકના ઔપચારિક પુરાવાઓની વ્યવસ્થા ન કરી શકો તો, અમે તમને સમર્થન આપીશું. જો તમને ભૂતકાળમાં હોમ લોન લેવી મુશ્કેલ લાગી હોય અથવા તમે ક્યારેય ન માન્યુ હોય કે તમને હોમ લોન મળશે, તો અમે તમારી મદદ કરીશું ! અમારી 135+ ICCI HFC શાખાઓ ખાતે, તમે મૈત્રીપૂર્ણ અને મદદગાર સ્થાનિક નિષ્ણાત મેળવશો, જેઓ ઘર લેવા વિશે તમારી લાગણીને બદલી નાખશે.

PMAYના લાભો

PMAY હેઠળ CLSS હોમ લોનને પરવડી શકે તેવી બનાવે છે કારણ કે વ્યાજ પર ચુકવાતી સબસિડી હોમ લોન પરના આઉટફઅલોને ઘટાડે છે. યોજના હેઠળ સબસિડીની રકમ મોટાભાગે તમે જે આવક જૂથમાં આવો છે તે આવકની કેટેગરી અને જે પ્રોપર્ટી એકમ પર ધિરાણ કરાઇ રહ્યું છે તેની પર આધાર રાખે છે

તમે PMAY માટે ક્યારે અરજી કરી શકો છો?

યોજનાને ત્રણ તબક્કામાં અમલમાં મુકાઇ રહી છે, પહેલાં બે તબક્કાઓનો અંત આવી ગયો છે. હાલ, અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, જે 1 એપ્રિલ, 2019ના રોજ શરૂ થયો હતો અને 31 માર્ચ, 2022ના રોજ સમાપ્ત થશે.

તેથી જો તમે PMAYનો ફાયદો લેવા માગતા હો તો, આ જ સમય છે.

આવક જૂથ (PMAY હેતુ માટે)
 • EWS/LIG યોજના - આ અભિયાન 17મી જૂન, 2015થી અમલમાં છે અને 31મી માર્ચ, 2022 સુધી માન્ય છે.
 • MIG-1 અને MIG-II યોજના - આ યોજના 31મી માર્ચ, 2020થી અમલમાં છે અને વધુ વિસ્તરણને આધીન 31મી માર્ચ, 2021 સુધી માન્ય છે.

લાભાર્થી પરિવારની વ્યાખ્યાઃ પતિ, પત્ની, અપરિણિત પુત્ર અને/અથવા અપરિણિત પુત્રી. (એક પુખ્ત અને કમાઉ સભ્ય ચાહે તે પરિણિત હોય કે ન હોય તેને MIG કેટેગરીમાં અલગ પરિવાર ગણાશે).

અન્ય શરતો
 • આવક ઉપરાંકત એક અન્ય મહત્વપૂર્ણ શરત છેઃ લાભાર્થી પરિવારમાં તેમના/તેણીના નામે અથવા પરિવારના કોઇપણ અન્ય સભ્યના નામે ભારતના કોઇપણ અન્ય ભાગમાં પાકુ મકાન ન હોવું જોઇએ.
 • મહિલા માલિકી/સહમાલિકી - EWS/LIG માટેઃ માત્ર નવી ખરીદી માટે મહિલા માલિકી ફરજિયાત છે અને અસ્તિત્વ ધરાવતા જમીનના ટુકડા ઉપર નવા બાંધકામ અથવા પ્રવર્તમાન ઘરના સુધારા-વધારા/મરામતકામ માટે ફરજિયાત નથી. MIG-I અને MIG-II માટેઃ ફરજિયાત નથી.
 • જો તમે પરિણિત હો અને PMAY ફાયદો લેવા માગતા હો, તો તમે અથવા તમારા પત્ની અરજી કરી શકો છો અથવા તમે બંને સંયુક્ત રીતે અરજી કરી શકો છો.
 • દંપત્તિ તરીકે તમારી આવકને એક એકમ તરીકે ગણાશે, જો પરિવારમાં કોઇ અન્ય પુખ્ત કમાતી વ્યક્તિ હોય, તો તેને/તેણીની અલગ પરિવાર ગણાશે ચાહે તે પરિણિત હોય કે ન હોય.
 • તમે ઘરની ખરીદી/બાંધકામ માટે કોઇ અન્ય કેન્દ્રીય સહાયતા ન લીધેલી હોવી જોઇએ.
 • તમારે તમારા પરિવારની આવક અને તમારી ઇચ્છિત સંપત્તિના ટાઇટલ અંગે એક સેલ્ફ ડિક્લેરેશન તમારા લોન પ્રદાતાને આપવાનું રહેશે.
 • PMAY હેઠલ તમામ લોન એકાઉન્ટ્સ તમારા આધાર કાર્ડ્સ સાથે લિન્ક્ડ કરાવા જોઇએ.

PMAY યોજના માટે પાત્રતા

પ્રથમ, સ્વયં સંપત્તિઃ

 • સબસિડી મેળવવા માટે, તમે જે રહેણાંક સંપત્તિ પસંદ કરો છો તે સિંગલ યુનિટ અથવા તો કોઇ બહુમાળી ઇમારતનું એકમ હોવું જોઇએ.
 • લાયક એકમમાં પાયાની સુવિધાઓ અને માળખાકીય સવલતો જેવી કે શૌચાલય, પાણી, ગટર, રોડ, વીજળી વગેરે હોવા જોઇએ.

બીજુ, કારપેટ એરિયા (દિવાલો સામેલ નથી) નીચે કરતા વધારે ન હોવો જોઇએઃ

 • EWS – 30 ચોરસ મીટર (323 ચો.ફૂટ)
 • LIG – 60 ચોરસ મીટર (646 ચો.ફૂટ)
 • MIG-I – 160 ચોરસ મીટર (1722 ચો.ફૂટ)
 • MIG-II – 200 ચોરસ મીટર (2153 ચો.ફૂટ)

અંતે, લોકેશન :

 • વસતી ગણતરી 2011 અનુસાર તમામ કાનૂની નગરો અને તે બાદ, કાનૂની નગરના સંદર્ભમાં જાહેર કરાયેલા પ્લાનિંગ એરિયા સહિત નોટિફાઇડ જાહેર કરાયેલા નગરો.
 • જો તમે જાણવા માગતા હો કે તમારું નગર ક્વોલિફાય થાય છે કે નહીં તો, નેશનલ હાઉસિંગ બેન્ક (NHB)ની નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો, અને ‘‘સ્ટેટ્યુટરી ટાઉન પ્લાનિંગ એરિયા કોડ્સ’’ સેક્શનને જુઓ:https://nhb.org.in/government-scheme/pradhan-mantri-awas-yojana-credit-linked-subsidy-scheme/

PMAY યોજનાની લોન મર્યાદા

 • EWS: રૂપિયા 6 લાખ;
 • LIG: રૂપિયા 6 લાખ
 • MIG(I): રૂપિયા 9 લાખ
 • MIG(II): રૂપિયા 12 લાખ

 

નોંધઃ
નિર્દિષ્ઠ મર્યાદા સિવાયની તમામ વધારાની લોન, જો કોઇ હોય તો, તે બિનસબસિડી દરે અપાશે.
વ્યાજ સબસિડીની નેટ પ્રિસેટ વેલ્યૂ (NPV) 9%ના ડિસ્કાઉન્ટ દરે ગણાશે

 

PMAY યોજનાનો લોન સમયગાળો

તમામ ચાર કેટેગરીમાં લોનની મુદ્દત 20 વર્ષ છે.

PMAY યોજનાના વ્યાજ દરો

 • EWS: 6.5%; 2.67 લાખ રૂપિયા સુધી 
 • LIG: 6.5%; 2.67 લાખ રૂપિયા સુધી
 • MIG(I): 4%; 2.35 લાખ રૂપિયા સુધી
 • MIG(II): 3%; 2.30 લાખ રૂપિયા સુધી

PMAY યોજના માટે અરજી કેવી રીતે કરશો

18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતો કોઇપણ ગૃહસ્થ આ યોજના માટે અરજી કરી શકે છે. જો તમે PMAY સબસિડી ફાયદા માટે અરજી કરવા માગો તો, તમે અમારી 135+ ICICIC HFC શાખાઓ પર તમારી અરજી જમા કરાવી શકો છો. અમારી શાખાઓના સ્થાનિક નિષ્ણાતો તમારી વિનંતીની સ્થળ પર તરત જ સમીક્ષા કરશે અને દાવાને નેશનલ હાઉસિંગ બેન્કને મોકલી આપશે. અમારો હેતું પ્રક્રિયાને તમારા માટે ઝડપી અને સરળ બનાવવાનો છે.

 1. સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ ડાઉનલોડ કરીને ભરો
 2. તેને નજીકની ICICI HFC શાખામાં જમા કરાવો
 3. તમારી ઓળખનો અસલ પુરાવો અને પરિવારના સભ્યોના આધાર કાર્ડનો પુરાવો સાથે લઇ જાવ

*સબસિડી માટે તમારી વિનંતી નેશનલ હાઉસિંગ બેન્ક તરફથી મંજૂરી અને ક્લિયરન્સનો વિષય રહેશે અને તેને CLSSના ફાયદા લેવા માટે તમારી લાયકાતના મૂલ્યાંકન માટે બદલવીએ ભારત સરકારની મુનસફીનો વિષય રહેશે. અહીં આપેલી કન્ટેન્ટએ યોજના હેઠળ રેખાંકિત કરાયેલા ઉમેદવારીના મૂલ્યાંકન માટેના માપદંડ છે.

PMAY સબસિડી કેલ્ક્યુલેટર

તમે પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માટે પાત્રતા ધરાવો છો કે નહીં તે તપાસો અને અમારા PMAY સબસિડી કેલ્ક્યુલેટર અનુસાર તમે કેટલી સબસિડી મેળવી શકો છો તે જાણો.

શું તમે સરકાર દ્વારા કોઇપણ હાઉસિંગ યોજના હેઠળ કેન્દ્રીય સહાયતા મેળવી છે અથવા PMAY નો કોઇ ફાયદો મેળવ્યો છે?
શું આ તમારું પહેલું પાક્કું મકાન છે?
પરિવારની વાર્ષિક આવક દાખલ કરો
Thirty Thousand
લોનની રકમ
Ten Lakhs
લોનનો સમયગાળો (મહિનાઓ) દાખલ કરો
8 year's and 1 month
મહિનાઓ

PMAY Subsidy Amount

0


સબસિડીની કેટેગરી

EWS/LIG

EMI માં કુલ ઘટાડો

ચોખ્ખુ ઘટાડા મૂલ્ય

નીચેની વિગતો ભરો

કૃપા કરીને તમારું આખું નામ એન્ટર કરો
કૃપા કરીને તમારો મોબાઇલ નંબર એન્ટર કરો
કૃપા કરીને લોનની રકમ એન્ટર કરો
કૃપા કરીને તમારું ઇમેલ આઇડી એન્ટર કરો
તમારું શહેર પસંદ કરો
કૃપા કરીને નિયમો અને શરતોનો સ્વીકાર કરો

PMAY છાશવારે પુછાતા પ્રશ્નો

PMAY હાઉસિંગ લોન માટે વ્યાજ સબસિડીના રૂપમાં કેન્દ્રીય સહાયતા ઉપલબ્ધ કરાવે છે

લાયકાતની શરતો

યોજનાનો પ્રકાર

EWS

LIG

MIG – I

MIG – II

લાયકાત અને પરિવારની વાર્ષિક આવક

રૂપિયા ૦ થી રૂપિયા 3 લાખ

રૂપિયા 3 લાખથી રૂપિયા 6 લાખ

રૂપિયા 6 લાખથી રૂપિયા 12 લાખ

રૂપિયા 12 લાખથી રૂપિયા 18 લાખ

કારપેટ એરિયા - મહત્તમ (ચોરસ મીટર)

30*

60*

160

200

સબસિડી માટે લાયક લોનની મહત્તમ રકમ

રૂપિયા 6 લાખ

રૂપિયા 6 લાખ

રૂપિયા 9 લાખ

રૂપિયા 12 લાખ

વ્યાજ સબસિડી

6.50%

6.50%

4.00%

3.00%

સબસિડીની મહત્તમ લાયક રકમ

રૂપિ્યા 2.67 લાખ

રૂપિ્યા 2.67 લાખ

રૂપિયા 2.35 લાખ 

રૂપિયા 2.3૦ લાખ

સબસિડીની ગણતરી જેની પર કરાશે તે લોનની મહત્તમ મુદ્દત

15 વર્ષ

15 વર્ષ

20 વર્ષ

20 વર્ષ

સ્કીમની મુદ્દત

31’ માર્ચ  2022 સુધી

31’ માર્ચ  2022 સુધી

31’ માર્ચ  2021 સુધી

31’ માર્ચ  2021 સુધી

મહિલાની માલિકી

ફરજિયાત#

ફરજિયાત#

બિન -ફરજિયાત 

બિન -ફરજિયાત 

* રિપેરિંગ અને રિનોવેશનના કેસમાં લાગું

# બાંધકામ/વિસ્તારીકરણ માટે મહિલાની માલિકી ફરજિયાત નથી. 

અન્ય શરતો 

 •       લાભાર્થી પરિવારનું તેમના /તેણીના નામે અથવા તો તેમના/તેણીના પરિવારના કોઇપણ સભ્યના નામે ભારતના કોઇપણ હિસ્સામાં પાક્કું મકાન ન હોવુ જોઇએ
 •       પરિણિત દંપત્તિના કેસમાં, બંને અથવા તો પતિ કે પત્ની બંને (સંયુક્ત માલિકી હેઠળ) સિંગલ સબસિડી માટે લાયક રહેશે
 •         લાભાર્થી પરિવારે ભારત સરકારની કોઇપણ અન્ય હાઉસિંગ યોજના અથવા PMAYમાં કોઇ સ્કીમ હેઠળ કોઇપણ પ્રકારના ફાયદાના રૂપમાં કેન્દ્રીય સહાયતા પ્રાપ્ત ન કરેલી હોવી જોઇએ

તમે 3 સરળ પગલામાં તમારી  PMAY અરજીના સ્ટેટસને ઓનલાઇન ટ્રેક કરી શકો છો. 

i PMAY સ્કીમની વેબસાઇટ પર લોગઇન કરોઃ https://pmaymis.gov.in/track application status.aspx

ii અરજીના સ્ટેટસને ટ્રેક કરવા માટે નીચે પૈકીના કોઇ એક વિકલ્પને પસંદ કરોઃ

  a.  નામથી, પિતાના નામે અને મોબાઇલ નંબર

   અથવા

   b. એસેસમેન્ટ આઇડી

હવે આ વિગતોને નાખો અને સબમિટ બટન દબાવો. તમારી અરજીનું સ્ટેટસ તમારા સ્ક્રીન પર દેખાશે.

PMAY હેઠળ તમને મળતી સબસિડીનો લાભ તમે કયા સેગમેન્ટમાં આવો છો તેના પર આધાર રાખે છે - આર્થિક રીતે નબળા વર્ગ (EWS), નીચલી આવક ગ્રુપ (LIG), અથવા મધ્યમ આવક ગ્રુપ (MIG[RJ/1])

 

EWS

LIG

MIG - I

MIG – II

પરિવારની વાર્ષિક આવક

રૂપિયા ૦ થી રૂપિયા 3 લાખ

રૂપિયા 3 લાખથી રૂપિયા 6 લાખ

રૂપિયા 6 લાખથી રૂપિયા 12 લાખ

રૂપિયા 12 લાખથી રૂપિયા 18 લાખ

 

તમે પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY) માટે લાયક છો કે નહીં તેમજ યોજના હેઠળ તમને કેટલી સબસિડી મળી શકે છે તે તમે અમારા PMAY સબસિડી કેલક્યુલેટરથી જાણી શકો છો

તમે કરિયાણાની નાની દુકાન ચલાવતા હો કે પછી ક્યાંક નોકરી કરતા હો, તમારા સ્વપ્નના ઘરના માલિક હોવું તમારો પાયાનો અધિકાર છે. કેન્દ્રીય આવાસ અને શહેરી ગરીબી નાબુદી મંત્રાલય (MoHUPA) દ્વારા 2૦15 શહેરી વિસ્તારમાં તમામ લોકોને મકાન મળી રહે તે આશય સાથે પ્રધાન મંત્રી આવાસ યોજના શરૂ કરાઇ હતી. 

 

જો તમે નવું ઘર ખરીદવા માગતા હો જેમાં રિસેલ પર રહેલું મકાન ખરીદવાના બાબત સામેલ છે તો PMAY લાભ મેળવી શકાય છે. તમે ICICI હોમ ફાઇનાન્સ જેવી અમલીકરણ એજન્સીઓ પાસેથી ઘરના બાંધકામ માટે પણ લોન લઇ શકો ચો. તમે સાથે જ તમારા કાચા મકાનને યોજના હેઠળ પાકુ બનાવી શકો છો. યોજના હેઠળ તમામ લાભાર્થીઓ જેઓ 2૦ વર્ષ સુધીની મુદ્દત માટે લોન લે તેમને ઉપલબ્ધ કરાવાતી વ્યાજ સબસિડી હાઉસિંગ લોન પર 6.5 % છે જે

તમે તમારી PMAY અરજીના સ્ટેટસને ઓનલાઇન ટ્રેક કરી શકો છો. માત્ર મુલાકાત લોઃ

https://pmaymis.gov.in/track application status.aspx

PMAY હેઠળ, તમે 2૦ વર્ષની અંદર લોનની ચુકવણીનો વિકલ્પ પસંદ કરી શકો છો જ્યારે સબસિડીની ગણતરી જેના આધારે કરાય છે તેવી લોનની મહત્તમ મર્યાદા  EWS અને LIG યોજનાઓ માટે 15 વર્ષ છે. જ્યારે MIG યોજના માટે તે 2૦ વર્ષ છે.  

ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમ (CLSS) એ PMAY નું પરિબળ છે જે પગારદાર વ્યક્તિઓ તેમજ સ્વરોજગાર ધારકો જેઓ નીચેની કેટેગરીમાં આવે છે તેમના  દ્વારા લેવાતી હોમલોન પર વ્યાજ સબસિડી આપે છે 

 • EWS (આર્થિક રીતે નબળા વર્ગ)
 • LIG (નીચલી આવકનું ગ્રુપ )
 • MIG – I (મધ્યમ આવક ગ્રુપ 1)
 • MIG – II મધ્યમ આવક ગ્રુપ 2)

EWS / LIG કેટેગરીનાઆવતા લોકો ને 6 લાખ રૂપિયા સુધીની લોન પર 6.5% જેટલી વ્યાજ સબસિડી મળશે. જ્યારે MIG - I કેટેગરીમાં આવનાર વ્યક્તિને 9 લાખ સુધીની લોન પર 4% વ્યાજ સબસિડી મળશે જ્યારે MIG – II કેટેગરીમાં આવતી વ્યક્તિને 12 લાખ સુધીની લોનની રકમ પર 3% વ્યાજ સબસિડી મળ છે. ICICI HFC અપના ઘર હોમ લોન સાથે, તમે વધારાની લોન તમને જરૂર હોય તો નોન-સબસિડાઇઝ્ડ ધોરણે લઇ શકો છો. 

PMAY – CLSS હેઠળ તમામ કેટેગરીઓ માટે ઘરનો વિસ્તાર અલગ-અલગ છે. CLSS હેઠળ વ્યાજ સબસિડી માટે ઘરનો  કારપેટ એરિયા(ઘરની દિવાલની અંદરનો વિસ્તાર (અંદરની દિવાલની જાડાઇ સિવાય)  નીચે પ્રમાણે છેઃ 

 •       EWS – 30 ચોરસ મીટર (અંદાજે 323 ચો. ફૂટ )
 •       LIG – 60 ચોરસ મીટર (અંદાજે  646 ચો. ફૂટ )
 •       MIG-I – 160 ચોરસ મીટર (અંદાજે 1722 ચો.ફૂટ)
 •       MIG-II – 200 ચોરસ મીટર (અંદાજે 2153 tચો.ફૂટ)