સમીક્ષા - ગોલ્ડ લોન 

તમે ભલે ગમે એટલી યોજના કરો, અનપેક્ષિત ખર્ચાઓ સામે આવીને ઊભા રહે છે. આ તબીબી અત્યાવશ્યકતા કે પછી બિઝનેસ માટે કૅશની તાતી જરુરિયાત પણ હોઈ શકે છે. અમારી ગોલ્ડ લોન ટૂંક સમયની કૅશની જરુરિયાતો પૂરી કરવા માટેની એક સગવડભરી રીત છે, કેમ કે તે નિશ્ચિત વ્યાજ દરો સાથે મળે છે જે લોનની તમારી સંપૂર્ણ મુદત સુધી એક જ રહે છે. 

આ સરળ, ઝડપી અને સલામત છે. તમારી નજીકની ICICI HFC શાખામાં ચાલ્યા આવો અને તમને જોઈતું ભંડોળ લગભગ ત્વરિત મેળવો. 

મુખ્ય વિશેષતાઓ અને લાભો - ગોલ્ડ લોન 

લોનની ઝડપી ફાળવણી

તમારી નજીકની ICICI HFC શાખાની એક મુલાકાત જ જરુરી છે. તમે માત્ર ૩૦ મિનિટમાં ગોલ્ડ લોન મેળવી શકો છો કેમ કે અમારી ICICI HFC શાખાઓમાં અમે સોનાનું મૂલ્યાંકન કરતા ઈવેલ્યૂએટર્સ ધરાવીએ છીએ જેઓ તમારી હાજરીમાં જ સોનાનું મૂલ્યાંકન કરે છે. ત્યારપછી, આ જ શાખામાં રહેલી અમારી બિઝનેસ ટીમ તમારી અરજીની ત્યાં ને ત્યાં સમીક્ષા કરે છે અને લોન ફાળવે છે. 

વધ-ઘટ ન થતા વ્યાજ દરો

ICICI HFC ગોલ્ડ લોન સાથે, લોનની તમારી મુદત દરમિયાન ક્યારેય પણ તમારા વ્યાજ દરોમાં ફેરફાર થતો નથી. વ્યાજ દર વાર્ષિક 13% થી 17%  વચ્ચે રહે છે. 

સાનુકૂળ પુન:ચૂકવણી વિકલ્પો

  • લોનની મુદત દરમિયાન ક્યારેય પણ મુદત પહેલા ચૂકવો.
  • મુદતના અંતે વ્યાજ સહિત પૂરેપૂરી ચૂકવી દો (બુલેટ રીપેમેન્ટ)

લોનની લવચિક રકમ

અમારી ગોલ્ડ લોન ₹ 10,000થી શરુ થઈ ₹ 10 લાખ સુધીની રહે છે. તમે પહેલા જ માલિકી ધરાવો છો એ મિલકત સામે તમારી અત્યાવશ્યક જરુરિયાતો પૂરી કરી શકો છો. 

તમારા સોનાની સુરક્ષા

તમારી નજીકની ICICI HFC શાખા ખાતે તમે જમા કરેલું સોનું તમારી હાજરીમાં સીલ કરવામાં આવશે. તેને કાળજીપૂર્વક ઊચ્ચ ગ્રેડની ખૂબીઓ ધરાવતા વોલ્ટમાં લઈ જવામાં આવે છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે તમારું સોનું હરહંમેશ નિરીક્ષણ હેઠળ અને સુરક્ષિત રહે છે. 

ICICI HFC પાસેથી લોન શા માટે લેવી જોઈએ?

અમારી અનેક શાખાઓ પર ગોલ્ડ-વેલ્યૂઈંગએક્સપર્ટની હાજરી સાથે તમને માત્ર ૩૦ મિનિટમાં જ લોન મળી રહે એ અમે સુનિશ્ચિત કરીએ છીએ.

તમે ICICI HFC લોન પ્રોડક્ટ પસંદ કરો છો ત્યારે તમે ICICI HFC પરિવારનો હિસ્સો બનો છો. ICICI HFCના પ્રવર્તમાન ગ્રાહક તરીકે, તમારી અરજીની ઝડપી સમીક્ષા કરવામાં આવશે કેમ કે અનેક ચકાસણીઓ પહેલા જ થઈ ચૂકી છે. તમને હાલ ગોલ્ડ લોનની જરુર હોઈ શકે છે પરંતુ ભવિષ્યમાં તમે તમારા પોતાના ઘરમાં રોકાણ કરવા કે પછી તમારો બિઝનેસ વધારવા અથવા તમારી બચતોમાં વૃદ્ધિ કરવા માટે પણ લોન મેળવી શકો છો.

તમારી નજીકની ICICI HFC શાખામાં ચાલ્યા આવવાનો મુખ્ય લાભ છે તેની વિશેષ ઑફરો. તમે ડિસ્કાઉંટેડ દરો મેળવવાની સાથે સાથે અમારી શાખાઓ પર ઉપલબ્ધ ઑફરોની શ્રેણીનો લાભ પણ મેળવી શકો છો. અમારા ઈન-હાઉસ એક્સપર્ટસ દરેક ઑફરના લાભો તમને સમજાવશે જેથી તમને ખરેખર મદદરુપ બનતી ઑફર તમે મેળવી શકો. 

Gold Loan Eligibility

There are a few basic criteria you must fulfil in order to be eligible for a gold loan from ICICI HFC.

  • You must be an Indian resident
  • You must be at least 21 years of age
  • Your age at the time of the maturity of the loan should not exceed 70 years, so that you can enjoy your golden years without paying EMIs
  • You must be the owner of the gold jewellery you are depositing
  • You must be an individual (our gold loan is not available to non-individuals)

How to apply

ગોલ્ડ લોન માટે અરજી કરવા અને મંજૂરી મેળવવા તમને માત્ર થોડી મિનિટો જ લાગશે. તમારે બસ આટલું જ કરવાનું રહે છે:

તમારી નજીકની ICICI HFC શાખામાં ચાલ્યા આવો અને તમારું સોનું જમા કરાવો. 

દરેક શાખામાં પ્રોફેશનલ વેલ્યૂઅર હાજર હોય છે જે તમારા સોનાનું મૂલ્યાંકન કરશે અને સોનાની કિંમત આધારે તમારું સોનું કેટલું મૂલ્યવાન છે તે તમને જણાવશે.

ગોલ્ડ લોન માટે જરુરી દસ્તાવેજો 

ICICI HFC ગોલ્ડ લોન માટે અરજી કરવા તમારી નજીકની શાખામાં તમે આ દસ્તાવેજો લઈને આવો એ સુનિશ્ચિત કરશો.

  • કેવાયસી દસ્તાવેજો (ઓળખ અને સરનામાનો પુરાવો)
  • પૅન / ફોર્મ 60
  • ફોટોગ્રાફ
  • કોરો કૅન્સલ કરેલો ચેક

અસ્વીકાર:

  • અહીં ઉપર જણાવેલ દરો, ફી આઈસીઆઈસીઆઈ હોમ ફાઈનાન્સની સંપૂર્ણ મુનસફીને આધીન વખતો વખત ફેરફારો/સુધારાઓને આધીન રહે છે. 

Benefits of ICICI HFC Gold Loan

 

ગોલ્ડ લોન માટે વારંવાર પૂછાતા પ્રશ્નો 

ICICI HFCની ગોલ્ડ લોન તરફથી તમને મળતો મુખ્ય લાભ છે નિશ્ચિત વ્યાજ દર. તમારી લોનની મુદત દરમિયાન આ સ્થાયી રહેશે. 

જો તમે તમારી મુદત પૂરી થયા પહેલા તમારી લોન પાછી ચૂકવી દો તો તમારું સોનું તમને તરત પાછું આપી દેવામાં આવશે અને તમે વધુ વ્યાજ ન ચૂકવતા બચત કરી શકો છો. 

તમારું સોનું હરહંમેશ નિરીક્ષણ હેઠળ અને સુરક્ષિત રહે એ સુનિશ્ચિત કરવા હાઈ-ગ્રેડ ફીચર્સ વૉલ્ટ. 

  • ઓછામાં ઓછો વ્યાજ દર 13%
  • વધુમાં વધુ વ્યાજ દર 17%
  • પ્રોસેસિંગ ફી 0.25% થી 1% સુધી, લોનની રકમ અનુસાર

આઈસીઆઈસીઆઈ હોમ ફાઈનાન્સની દરેક શાખા પર પ્રોફેશનલ વેલ્યૂઅર હાજર હોય છે જે તમારા સોનાની શુદ્ધતા માપે છે. આ મૂલ્યને સોનાની જે તે દિવસની પ્રતિ ગ્રામ કિંમત સાથે ધ્યાનમાં લેવાય છે અને તમારી ગોલ્ડ લોનની વેલ્યૂ ગણતરી કરાય છે. 

તમે ઑનલાઈન ફંડ ટ્રાન્સફર મારફત તમારી ગોલ્ડ લોન પાછી ચૂકવી શકો છો. તમારી લોનની રકમ પ્રાપ્ત થાય કે તરત જ તમારું સોનું છૂટું કરી દેવામાં આવે છે, જેથી તમારી મુદત પૂરી થતા પહેલા જો તમે તમારી લોન પાછી ચૂકવી શકો તો તમે વ્યાજની ચૂકવણીની બચત કરી શકો છો. 

જો તમારી લોન પાછી ચૂકવવામાં કોઈ વિલંબ થાય તો વાર્ષિક ૬% દરે પૅનલ ઈન્ટરેસ્ટ ચૂકવવાપાત્ર રહે છે. 

હા, તમારી લોન તમે મુદત પહેલા ચૂકવી (પ્રી-પે) શકો છો, કોઈ પણ પ્રીપેમેન્ટ ચાર્જિસ વગર. 

ના

તમારું સોનું અમે જે વૉલ્ટમાં રાખીએ છીએ તે અનેક હાઈ-ગ્રેડ ખૂબીઓ ધરાવે છે જે તમારું સોનું હરહંમેશ નિરીક્ષણ હેઠળ અને સુરક્ષિત રહે એ સુનિશ્ચિત કરે છે. 

ના.

તમે ઓછામાં ઓછા ₹ 10,000 જેટલી રકમની ગોલ્ડ લોન મેળવી શકો છો. ગોલ્ડ લોન એ નાણાકીય કટોકટીની ગમે તેવી તાણથી રાહત મેળવવા માટેની ઝડપી અને સરળ રીત છે, પછી ભલે આ કટોકટી વ્યક્તિગત કે બિઝનેસને લગતી જરુરની હોય. બસ, થોડાં કલાક અને તમને જોઈતી રકમની તમે વ્યવસ્થા કરી શકો છો.