વિહંગાવલોકન– માઇક્રો LAP

Yતમે ભલેને નાનો બિઝનેસ ચલાવતા હો, પણ તમારું સ્વપ્ન છતાં પણ જીવન કરતા મોટું હોઇ શકે છે.

ICICI HFC લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી (LAP)ની સાથે, તમે તમારી તમામ પ્રકારની તાકીદની જરૂરિયાતો, ચાહે તે અંગત હોય કે બિઝનેસને લગતી હોય, તેના માટે રૂપિયા 3 લાખથી શરૂ થતી ઝડપી અને સરળ માઇક્રો લોન મેળવી શકો છો. અમે તમારી લોન મેળવવા માટેની સમસ્યાને સમજીએ છીએ, તેથી અમે તમને સંપત્તિની સામે લોન તે પણ ઇનકમ ટેક્સ રિટર્ન જેવા પુરાવા વિના ઉપલબ્ધ કરાવીએ છીએ.

તમારા લક્ષ્યો- ચાહે તે અંગત હોય કે વ્યવસાયિક, તેને પ્રાપ્ત કરવાની તમારી જરૂરિયાતોને અમારે સમર્થન આપવું જોઇએ તેમ અમે માનીએ છીએ. જેથી કરીને તમે તમારા પરિવારને તમારા વધતા બિઝનેસની સફળતા સાથે સમજૂતી કર્યા વિના આરામદાયક જીવન ઉપલબ્ધ કરાવી શકો.

માઇક્રો LAP ની મહત્વપૂર્ણ વિશેષતાઓ અને ફાયદા

ચુકવણીની અનુકૂળ શરતો

તમારી જરૂરિયાત નાની હોય કે મોટી, અમે તે તમામને ધિરાણ આપીશું. LAP ઓછામાં ઓછી રૂપિયા 3 લાખ, અને વધુમાં 15 લાખ રૂપિયાની લોન આપે છે. અમારા ટેક્નિકલ નિષ્ણાતો તમારી સાથે બેસીને તમને તમારી લોનની પરત ચુકવણી માટે અનુકૂળ મુદ્દત નક્કી કરવામાં મદદ કરશે. જે 120 મહિના જેટલી હોઇ શકે છે.

સરળ લાયકાત

ICICI HFC પાસેથી સંપત્તિ સામે લોન લેવી સરળ છે કારણ કે અમે ખુબ જ સરળ લાયકાતના ધોરણો ધરાવીએ છીએ અને પાયાના દસ્તાવેજોની જરૂર રહે છે. જો તમારી પાસે ITR જેવા આવકના ઔપચારિક પુરાવા ન હોય, તો પણ અમારા નિષ્ણાતોને એવી તાલીમ અપાયેલી છે કે તેઓ તમારી સાથે બેસીને તમારા બિઝનેસના પ્રકારના સમજી શકે છે. તમારી લાયકાતને વધારવા માટે, તમે તમારા પત્ની અથવા પરિવારના એકદમ નજીકના સભ્યને સહ-અરજદાર તરીકે સામેલ કરો, જેઓ કમાતા હોય.

અલગ-અલગ જોબ પ્રોફાઇલ માટે લોન

LAP પગારદાર વ્યક્તિઓ જેમ કે સરકારી કર્મચારીઓ અને કોર્પોરેટ વ્યવસાયિકો, તેમ જ સ્વરોજગાર ધારક લોકો જેવા કે ડૉક્ટર્સ, વકીલો, CAs, વેપારીઓ અને નાના બિઝનેસ ધારકોને મદદ કરે છે. અમે તમારા જેવા નાના બિઝનેસને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ અને અમારું માનવું છે કે તમારા જેવા SMEs અને MSMEs ભારતના પ્રગતિ કરતા અર્થતંત્રની કરોડરજ્જૂ સમાન છે.

લોનની ઝડપી ફાળવણી

તમારી લોનની ફાળવણીમાં 72 કલાક જેટલો ઓછો સમય લાગે છે. કારણ કે અમારી 135+ ICICI HFC શાખાઓમાં પૈકી દરેકમાં, અમે કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતોની એક ટીમ ધરાવીએ છીએ જેઓ તમારી અરજીની સ્થળ પર જ સમીક્ષા કરશે અને તમારા તમામ પ્રશ્નોનો આમને-સામને જવાબ આપે છે, જેથી કરીને તમે વારંવારની મુલાકાતો અને દસ્તાવેજોની વિનંતીઓને ટાળી શકો..

વ્યાજ દરો

જો તમે પહેલાંથી જ સંપત્તિ સામે લોન લઇને બેઠા હો, તો પણ તમે ICICI HFCમાં શિફ્ટ થઇને તમારી પરના EMIના ભારણને ઘટાડી શકો છો અને સ્પર્ધાત્મક વ્યાજ દર વિકલ્પને પ્રાપ્ત કરી શકો છો. તમે તમારી LAP ને ICICI HFCને અમારી બેલેન્સ ટ્રાન્સફર યોજના સાથે શિફ્ટ કરી શકો છો અને ICICI HFC પરિવાર સાથે જોડાઇ શકો છો.

અંગત અથવા બિઝનેસની જરૂરિયાતોને બેલેન્સ કરો

કોઇપણ સ્વપ્ન નાનું કે મોટું નથી હોતું અને અમે તેનું મૂલ્ય કરીએ છીએ. તમે રૂપિયા 3 લાખ થી શરૂ થઇને રૂપિયા 15 લાખ સુધી તમારી સંપત્તિ સામે લોન મેળવી શકો ચો. તમારા કરિયાણાના સ્ટોરના બિઝનેસનો વિસ્તાર હોય, કે પછી કેટરિંગ બિઝનેસ માટે લાંબા ગાળાની કાર્યશીલ મૂડી હોય કે પછી તમારા સંતાનના શિક્ષણ માટે નાણાંની જરૂર હોય, તમે અમારો સંપર્ક કરી શકો છો.

ICICI HFC પાસેથી લોન શા માટે લેવી ?

LAP તમારા સપનાંઓ સાકાર કરવા માટે તૈયાર કરાયેલી પ્રોડક્ટ છે. અમારું માનવું છે કે ઔપચારિક દસ્તાવેજોના અભાવના કારણે કોઇપણ વ્યક્તિ તેમના લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાથી દૂર રહેવી ન જોઇએ. અમે સરળ લાયકાત માપદંડ ધરાવતી LAP પ્રારંભ જેવી પ્રોડક્ટનું નિર્માણ કર્યુ છે, જે શરૂઆતથી અંત સુધી તમારા માટે સમગ્ર લોન પ્રક્રિયા સરળ અને ચિંતામુક્ત બનાવે છે;

તમારા સ્થાનિક નિષ્ણાતોની મુલાકાત માટે અમારી કોઇપણ શાખામાં પધારો. તેઓ તમારી સફરના દરેક કદમ પર તમારી સહાયતા કરવા માટે કટિબદ્ધ છે. તે તમારી ભાષામાં વાત કરે છે અને તમારા વિસ્તારથી સુપરિચિત છે. તમારી સૌથી નજીકની શાખા શોધવા માટે અહીં ક્લિક કરો અને સચોટ માર્ગદર્શન રૂબરૂ પ્રાપ્ત કરો.

દરેક ICICI HFC શાખા ખાતે, તમે 72 કલાક જેટલા ઓછા સમયમાં લોન પ્રાપ્ત કરી શકો છો. અમે વાસ્તવિક રીતે હાજર લિગલ અને ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ ધરાવીએ છીએ જે દસ્તાવેજો માટે પુનરાવર્તન પામતી વિનંતીઓ અને વારંવાર મુલાકાતો વગર જ સ્થળ ઉપર જ તમારી લોન અરજીની સમીક્ષા હાથ ધરશે.

તમારી સૌથી નજીકની ICICI HFC શાખામાં પધારવાનો સૌથી મોટો ફાયદો વિશિષ્ટ ઓફર છે. અમારા સ્થાનિક નિષ્ણાતો દરેક ઓફરના લાભો અંગે તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે, જેથી તમે તમને ખરેખર ઉપયોગી હોય તેવી ઓફર શોધી શકો. આજની ડીલનો લાભ લેવા માટે આજે જ મુલાકાત લો.

જ્યારે તમે અમારી પાસેથી લોન મેળવો છો ત્યારે તમે ICICI HFC પરિવારનો હિસ્સો બની જાઓ છો. તે માત્ર લોનની જ વાત નથી પરંતુ સંબંધોની વાત છે. ICICI HFCના પ્રવર્તમાન ગ્રાહક તરીકે તમારી અરજીની ખૂબ જ ઝડપથી સમીક્ષા થઇ શકે છે કારણ કે મોટાભાગની તપાસ પહેલેથી થઇ ચૂકી હોય છે અને તમારા દસ્તાવેજો પહેલેથી જ અમારી સિસ્ટમમાં હાજર હોય છે. આજે, તમને તમારી આર્થિક જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે લોનની જરૂર પડી શકે છે. પરંતુ આવતીકાલે, જો તમારે તમારા વેપારનું વિસ્તરણ કરવા, અથવા તમારી બચતો વધારવા FDની સંભાવના તપાસી રહ્યાં હોવ તો અમે તમારી મદદ કરી શકીએ છીએ.

અરજી ક્યા કરશો

તમને જરૂરી મદદ માટે ICICI HFC ની અમારી 135+ શાખાઓ પૈકી ગમે તે એકમાં ચાલ્યા આવો. તમારી પડોસના અમારા નિષ્ણાતો ઝડપી અને સરળ લોન અરજી પ્રક્રિયામાં તમારી સહાયતા કરશે. તમને 72 કલાક જેટલા ઓછામાં ઓછા સમયમાં લોન મળી જઇ શકે છે કારણ કે અમને ખુબ જ પાયાના દસ્તાવેજની જરૂર રહે છે અને અમે તમને લાયકાતના સરળ ધોરણો આપીએ છીએ. તમારી નજીકની શાખાને શોધવા અહીં ક્લિક કરો. જો તમારી નજીક ICICI HFCની શાખા ન હોય, તો તમે તમારી લોન અરજીની પ્રક્રિયાને શરૂ કરવા માટે તમારી નજીકની ICICI બેન્ક શાખામાં પણ જઇ શકો છો.

સાથે જ તમે અમને 1800 267 4455 પર કૉલ પણ કરી શકો છો

અરજી કેવી રીતે કરશો

 1. જરૂરી દસ્તાવેજો સાથે તમારી લોનની અરજીને જમા કરાવવા માટે 10 મિનિટનો સમય લો
 2. પરત નહીં ચુકવવાપાત્ર અરજી અથવા લોગઇન ફી પેટે રૂપિયા 7,000 અથવા રૂપિયા 10,000 (સંપત્તિ પર આધાર રાખે છે) + GST @ 18% ચુકવો.
 3. તમારી અરજીની અમારા નિષ્ણાતોની ટીમ મારફત ત્વરિત સમીક્ષા કરાવો જેઓ તમારા વર્તમાન EMIs, વય, આવક અને સંપત્તિનો અભ્યાસ કરશે.
 4. અમારી નિષ્ણાતોની ટીમ પાસેથી લોનની રકમની મંજૂરી અને માન્યતા મેળવો, જેઓ અમારી દરેક ICICI HFC શાખામાં હાજર છે.
 5. તમારી લોનને મંજૂરી અપાય ત્યારે લોનની રકમના 1 % અથવા 1.5% જેટલી પ્રોસેસિંગ/એડમિનિસ્ટ્રેટીવ ફી (સંપત્તિના આધારે) + GST @18% ચુકવો

માઇક્રો LAP માટે લાયકાત

પગારદાર વ્યક્તિ

 • રાષ્ટ્રીયતા

ભારતીય,ભારતના રહેવાસી

 • વય મર્યાદા (મુખ્ય અરજદાર)

28 વર્ષથી 60 વર્ષ

 • ન્યુનત્તમ આવક

રૂપિયા 7,000

 • લોનની મહત્તમ રકમ

રૂપિયા 15 લાખ

 • પ્રારંભ LAP વ્યાજ દર

અમે આ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે તમે તમારા અંગત અને વ્યવસાયિક લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે પાટા પર રહો. તેથી જ અમે તમને એકથી વધારે વ્યાજના વિકલ્પો આપીએ છીએ. અમારા વર્તમાન વ્યવસાયિક સંપત્તિ લોનના વ્યાજ દરો છેઃ ફ્લોટિંગ રેટ - 12.15% અને તેથી વધું અને ફિક્સ્ડ રેટ – 13.10% અને તેનાથી વધું

 • સહ-માલિકીની સંપત્તિ

ICICI HFC સહ-અરજકર્તા તરીકે અરજી કરવા મહિલાઓને પ્રોત્સાહન આપવા વધુ સારો વ્યાજદર પૂરો પાડે છે. જો તમે તમારી હોમ લોનમાં તમારી પત્ની અથવા માતાને ઉમેરો છો તો તમે ઓછા વ્યાજ દરનો લાભ મેળવી શકો છો, ભલે તેઓ કમાતાં ન હોય.

સ્વરોજગાર ધારક

 • રાષ્ટ્રીયતા

ભારતીય, ભારતના રહેવાસી

 • વય મર્યાદા (મુખ્ય અરજદાર)

28 વર્ષથી 70 વર્ષ

 • આવક મર્યાદા

વાર્ષિક લાખ થી વાર્ષિક 15 લાખ રૂપિયા સુધી

 • LAP વ્યાજ દર

અમે ન્યૂનત્તમ દરની વ્યવસાયિક સંપત્તિ લોન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ, અમારા વર્તમાન વ્યાજ દરો છેઃ ફ્લોટિંગ દર - 12.20% અને વધું અને ફિક્સ્ડ દર - 13.20% અને વધું છે.

 • સહ-માલિકી વાળી સંપત્તિ

ICICI HFC સહ-અરજકર્તા તરીકે અરજી કરવા મહિલાઓને પ્રોત્સાહન આપવા વધુ સારો વ્યાજદર પૂરો પાડે છે. જો તમે તમારી હોમ લોનમાં તમારી પત્ની અથવા માતાને ઉમેરો છો તો તમે ઓછા વ્યાજ દરનો લાભ મેળવી શકો છો, ભલે તેઓ કમાતાં ન હોય.

સહ-અરજદાર

 • વય મર્યાદા

પગારદાર અને સ્વરોજગાર ધારક – 18 વર્ષથી 65 વર્ષ

 • તમારે સહ-અરજદાર શા માટે ઉમેરવા જોઇએ ?

 • જો તમે તમારી લાયકાતને વધારવા માગતા હો તો, તમે એક કમાઉ સહ-અરજદારને સામેલ કરી શકો છો. તે તમને વધારે મોટી લોનની રકમ મેળવવા લાયક બનાવશે. તમારા સહ-અરજદાર તમારા પત્ની અથવા પરિવારમાં સૌથી નજીકની વ્યક્તિ હોઇ શકે છે.

 • કારણ કે ICICI HFC મહિલાઓને સારો વ્યાજ દર ઉપલબ્ધ કરાવે છે જેથી તેમને સહ-અરજદાર તરીકે પ્રોત્સાહિત કરી શકાય.

માઇક્રો LAP માટે જરૂરી દસ્તાવેજો

અહીં નીચે જણાવેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો લઇને અમારી 135+ ICICI HFC શાખાઓમાં, વારંવારની મુલાકાતો વિના જ, તમારી અરજીને 72 કલાક જેટલા ઓછા સમયમાં પૂર્ણ કરવા આવો.

પગારદાર વ્યક્તિઓ

 • તમારી સહી સાથેની સંપૂર્ણ ભરાયેલી અરજી
 • ઓળખ અને રહેઠાણનો પુરાવો (KYC), જેમ કે આધાર, પાન કાર્ડ, ચૂંટણી ઓળખ કાર્ડ, NREGA દ્વારા ઇશ્યૂ કરાયેલું જોબ કાર્ડ વગેરે.
 • આવકના પુરાવા, જેમ કે છેલ્લા 2 મહિનાની પગાર સ્લિપ, લેટેસ્ટ ફોર્મ 16 અને ત્રણ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
 • સંપત્તિના દસ્તાવેજ

સ્વરોજગાર ધારક વ્યક્તિ

 • તમારી સહી સાથેની સંપૂર્ણ ભરાયેલી અરજી
 • તમારા અને તમારા બિઝનેસ માટે ઓળખ અને રહેઠાણનો પુરાવો (KYC), જેમ કે પાન કાર્ડ, ચૂંટણી ઓળખ કાર્ડ, આધાર વગેરે.
 • આવકનો પુરાવો, જેમ કે લેટેસ્ટ 2 ઇનકમ ટેક્સ રિટર્ન્સ,બે વર્ષના લેટેસ્ટ P&L એકાઉન્ટ્સ અને B/S (શિડ્યુઅલ સાથે).
 • ઓફિસના સરનામાનો પુરાવો (યુટિલિટી
 • સંપત્તિના દસ્તાવેજ;

માઇક્રો LAP માટે દર અને ચાર્જીસ

તમે આ જાણવાનો અધિકાર ધરાવો છો કે તમારેતમારી લોનની ભરપાઇ માટે ક્યારે અને કેટલી રકમ ચુકવવાની જરૂર છે. તમે નીચે લાગુ પડતા દર અને ચાર્જીસની યાદી જોઇ શકો છો. અમે અમારી લોન કેવી રીતે કામ કરે છે તે વિશે એકદમ પારદર્શક છીએ, જેથી કરીને તમે અમારા સ્થાનિક નિષ્ણાતો જેઓ અમારી શાખાઓમાં બેસે છે તેમના સમર્થનથી શાંત અને આરામદાયક સ્થિતમાં રહો.

ચાર્જીસ દર*
લોગઇન/અરજી ફી (KYC ચેક્સ માટે)   રૂપિયા 7000 અથવા $ 10,000 (સંપત્તિ પર આધાર રાખે છે) + GST @18%
પ્રોસેસિંગ/એડમિનિસ્ટ્રેટીવ ફી (લોનની ફાળવણી સમયે વસુલાશે)  1% અથવા 1.5%  (સંપત્તિ પર આધાર રાખે છે) પ્રોસેસિંગ/એડમિનિસ્ટ્રેટીવ ફી (લોનની ફાળવણી સમયે વસુલાશે) + GST @18%
પ્રીપેમેન્ટ ચાર્જીસ

વ્યક્તિગત લોકો (પગારદાર અથવા સ્વરોજગાર ધારકો માટે), જો તમે તમારી પ્રારંભ  LAP ને સંપૂર્ણ અથવા તેના કોઇ હિસ્સાને ચુકવવા સમર્થ હો તો, તમે તમારી અનુકૂળતાએ પ્રારંભ LAPને સેટલ કરવાનું પસંદ કરી શકો છો. ભલેને તમારી મુદ્દત ગમે તેટલી કેમ ન હોય, નોન-ઇન્ડિવિડ્યુઅલ માટે, અમે પાર્ટ કે ફૂલ પ્રીપેમેન્ટ માટે ન્યૂનત્તમ 4%દરે પ્રીપેમેન્ટ તરીકે વસુલીએ છીએ.

રૂપાંતર ફી 1.00%, વત્તા લાગુ પડતાં કરવેરા, POS રકમ ઉપર બિન-HN માટે

*ઉપરના ટકાએ લાગુ પડતા કરવેરા અને અન્ય કાનૂની કરવેરા જો લાગુ પડતા હોય તો તેના કરતા અલગ છે આવી રકમમાં જેતે નાણાં વર્ષમાં આગોતરી ચુકવાયેલી તમામ રકમ સામેલ રહેશે.

#ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST), અને અન્ય લાગુ પડતા કર, વેરા વગેરે, પ્રવર્તમાન દરો પર લાગુ પડશે તે ઉપર જણાવેલા ચાર્જીસ સિવાય વસુલાશે.

ડિસ્ક્લેઇમરઃ

 • ઉપર જણાવ્યા પ્રમાણે દરો, ફીમાં સમય-સમયે પરિવર્તન/ફેરફાર થઇ શકે છે જે ICICI હોમ ફાઇનાન્સનો વિશેષ અધિકાર રહેશે.
 • ICICI હોમ ફાઇનાન્સ પર ફ્લોટિંગ વ્યાજ દરએ ICICIC હોમ ફાઇનાન્સ પ્રાઇમ લેન્ડિંગ દરો (IHPLR) સાથે લિન્ક્ડ છે.

માઇક્રો LAP માટે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

તમે પ્રારંભ પ્રારંભ LAP બિઝનેસ અને અંગત જરૂરિયાતો બંને માટે લઇ શકો છો, તે તમને તણાવ કરી શકે તેવી કોઇપણ બાબતમાં મદદ કરી શકે છે અને સુનિશ્ચિત કરે છે કે તે તમને ન થાય.

 • બિઝનેસનો વિસ્તાર
 • કાર્યશીલ મૂડી
 • તમારા સંતાનનું શિક્ષણ
 • તમારા સંતાનના લગ્નનો ખર્ચ
 • તાકીદનો મેડિકલ ખર્ચ

પ્રારંભ LAP માટેની લાયકાતએ તમારી નાણાકીય સ્થિતિ અને તમારા દ્વારા સિક્યોરિટી/કોલેટરલ તરીકે રજૂ કરાતી સંપત્તિના મૂલ્ય પર આધાર રાખે છે. રકમ રૂપિયા 3 લાખથી માંડીને મહત્તમ 15 લાખ સુધીની હોઇ શકે છે.

રહેણાંક અને વ્યવસાયિક બંને પ્રકારની સંપત્તિને લોન માટે કોલેટરલ સિક્યોરિટી તરીકે ઉપયોગ કરી શકાય છે. જોકે, સંપત્તિ પર કોઇ લોન ચાલું ન હોવી જોઇએ. ઔદ્યોગિક અથવા સંસ્થાકીય સંપત્તિનો કોલેટરલ તરીકે ઉપયોગ ન કરી શકાય.

પ્રારંભ LAP માટે અમારા લાયકાતના ધોરણે ખુબ જ ફ્લેક્સીબલ છે અને અમે ખુબ જ સરળ લાયકાતના ધોરણો ધરાવીએ છીએ. અમે સાથે જ ઝડપી પ્રતિભાવ સમયની સાથે ન્યૂનત્તમ દસ્તાવેજો આપવા પડે તે સુનિશ્ચિત કરીએ છીએ. અમારી 135+ ICICI HFC શાખાઓમાં દરેકમાં, તમને કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતો મળશે, જેઓ તમને સમગ્ર પ્રક્રિયા દરમિયાન, એક સમયે એક પગલું એમ, માર્ગદર્શન આપશે અને તમને તેમનાથી શક્ય એટલી મદદ કરશે.

ઓનલાઇન અરજી કરવાનો વિકલ્પ હંમેશા ઉપલબ્ધ છે, ત્યારે અમારી શાખામાં નિષ્ણાતની સલાહ લેવી હંમેશા એક સારો વિચાર છે. તમે આમને-સામને બેસીને તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો છો.

તમારા પત્ની અથવા પરિવારના એકદમ નજીકના સભ્ય તમારા સહ-અરજદાર બની શકે છે, ભલેને તેઓ કંઇ ન કેમ કમાતા હોય. જોકે, જો તમે તમારી લાયકાતને વધારવા માગતા હો, તો તમારા સહ-અરજદાર કમાતા હોવા જ જોઇએ. જો તમારી સંપત્તિ એક અથવા વધારે લોકોની માલિકી ધરાવતી હોય તો, આ જરૂરી છે કે તમામ સહ-માલિકો તમારી લોન માટે સહ-અરજદાર હોવા જોઇએ. .