વિંહંગાવલોન – સ્વરોજગાર ધરાવતા લોકો માટે અપના ઘર
અપના ઘરએ તમે જે જોઇ છે તેવી અન્ય કોઇપણ હોમ લોન કરતા અલગ છે. તમે નાની કરિયાણાની દુકાન ચલાવતા હો કે ફાસ્ટ ફૂડ સ્ટોર, તમે વેપારી હો કે કંપનીના માલિક હો, અપના ઘરનું નિર્માણ તમને સમર્થન આપવા માટે કરાયું છે – અરજી પ્રક્રિયાથી માંડીને લાયકાતના માપદંડોથી લઇને ફેરચુકવણીના વિકલ્પો સુધી.
ICICI HFC નું અપના ઘર પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ રૂપિયા 2.67 લાખ સુધીની સબસિડી આપે છે. જો તમારું સ્વપ્નનું ઘર તમને દરવાજા બંધ સમુદાયસ ગ્રામ પંચાયતો અને નિયમિત કોલોનીમાંઓમાં લઇ જતું હોય તો, અમે તમને સમર્થન આપીશું. જો તમે ITR જેવા ઔપચારિક પુરાવાની વ્યવસ્થા ન કરી શકતા હો તો, અમે તમને સમર્થન આપીશું. જો તમને ભૂતકાળમાં હોમ લોન લેવી મુશ્કેલ લાગી હોય અથવા તમને ક્યારેય નહીં લાગ્યું હો કે તમને હોમ લોન મળી શકે છે, તો અમે તમને સમર્થન આપીશું.
અમારી દરેક 135+ ICICI HFC શાખાઓમાં, તમને મૈત્રીપૂર્ણ, મદદગાર સ્થાનિક નિષ્ણાતો મળશે જેઓ લોન લેવાની પ્રક્રિયાઓ વિશે તમારી અનુભૂતિને બદલી નાખશે
પગારદાર વર્ગ માટે અપના ઘરની મહત્વપૂર્ણ વિશેષતાઓ અને ફાયદાઓ
સરળ લાયકાત
અમારા લાયકાતના સરળ અને ફ્લેક્સીબલ માપદંડો અને પાયાના દસ્તાવેજોને કારણે અપના ઘર પાસેથી હોમ લોન મેળવવી એકદમ ઝડપી છે. જો તારી પાસે ITR જેવા આવકના સત્તાવાર પુરાવા ન હોય, પણ તમારી લોનની ચુકવણીનો ઇતિહાસ સારો હોય તો અમારા સ્થાનિક નિષ્ણાતો તમને જોઇતું સમર્થન આપવામાં તમારી મદદ કરશે.
સૂચનઃતમારી લાયકાતને વધારવા, તમે સાથે જ તમારા પત્ની અથવા પરિવારના નજીકના સભ્યને પણ સહ-અરજદાર તરીકે સામેલ કરી શકો છો.
સર્વ માટે હાઉસિંગ
અપના ઘર તમામ આવક સેગમેન્ટ્સના ખરીદદારોને ઘર ખરીદવામાં મદદ કરે છે. ચાહે તમે પગારદાર વ્યક્તિ હો, કરિયાણાની દુકાનના માલિક, વાળંદ, કે ભંગારની દુકાનના માલિક, અથવા કોઇ એવો બિઝનેસ ચલાવતા હો જેને શરૂ થયાના થોડા ક જ વર્ષ થયા હોય, અપના ઘર તમને ઘરના માલિક બનવાની તક પુરી પાડશે.
લોનની ઝડપી ફાળવણી
તમને લોનની ફાળવણીમાં 72 કલાકથી પણ ઓછા સમય લાગે છે કારણ કે અમારી પાસે અમારી 135+ ICICIC HFC શાખાઓમાં તમને માર્ગદર્શન આપવા માટે કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ છે. અમારા નિષ્ણાતો તમારી અરજીની સ્થળ પર જ સમીક્ષા કરીને તમારા પ્રશ્નોનો આમને-સામને જવાબ આપશે, જેથી કરીને તમારે એકથી વધારે મુલાકાત કરવાની જરૂર નહીં રહે.
ICICIC HFC પર જાવ
વાર્ષિક 11 %ના દરે 2-3 વર્ષથી હોમ લોનના હપ્તા ચુકવી રહ્યા છો. જો તમારી હોમ લોનનું વ્યાજ અમારા વ્યાજ કરતા ઓછામાં ઓછો 50 બેસીસ પોઇન્ટ કરતા ઉંચો છે, તો તમારી પરના EMIના ભારણને ઘટાડવા માટે ICICIC HFC ની અમારી બેલેન્સ ટ્રાન્સફર ફેસિલિટી ને પસંદ કરો,અને સ્પર્ધાત્મક વ્યાજ દરનો આનંદ માણો અને અમારા નિષ્ણાતોનું અવિભક્ત ધ્યાન મેળવો.
વિવિધ તબક્કે ઘર
તમે મેટ્રો શહેરના હાર્દ સમાન વિસ્તારમાં રહેતા હો કે પછી તેના બાહરી વિસ્તારમાં, તમે રૂપિયા 20 લાખ (પગારદાર) અથવા રૂપિયા 50 લાખ (સ્વરોજગારધારક)ની લોન તમે પસંદ કરેલી જોબ પ્રોફાઇલ, તમે પસંદ કરેલી સંપત્તિ અને તેના લોકેશનને આધારે મેળવી શકો છો. તમે જાતે નિર્મિત કરેલી સંપત્તિ અથવા તમારી માલિકીની જમીનના ટુકડા પર ઘરના નિર્માણ માટે અથવા નિયમિત કોલોનીઓ અને ગ્રામ પંચાયતોમાં વેલી તમારી રહેણાંક સંપત્તિને રિફાઇન્સ કરવા માટે લોન મેળવી શકો છો. .
સ્વરોજગાર ધારકો માટે અપના ઘરની લાયકાત
-
રાષ્ટ્રીયતા
ભારતીય, ભારતમાં રહેતા હોવા જોઇએ
-
વય મર્યાદા (મુખ્ય અરજદાર)
30 વર્ષથી 70 વર્ષ (તમે 70 વર્ષના થાવ તે પહેલા પૂર્ણ થાય તેવી મુદ્દત પસંદ કરો. તે સુનિશ્ચત કરશે કે તમારી ફેરચુકવણી તમે આરામપૂર્વક તમારો બિઝનેસ મેનેજ કરો અને તેને હેન્ડ ઓવર કરો તે પહેલાં જ કરી શકો)
-
અપના ઘર વ્યાજ દર
અમે સ્પર્ધાત્મક વ્યાજ દર સાથેની હોમ લોન પ્રત્યે પ્રતિબદ્ધ છીએ, અમારા વર્તમાન હાઉસિંગ લોન વ્યાજ દરો છેઃ
-
SEP – વાર્ષિક 14% અને તેથી વધું
-
SENP – વાર્ષિક 12.25% (30 લાખ રૂપિયા સુધી)
-
AIP/રોકડ પગાર – વાર્ષિક 14% અને તેથી વધું
-
સહ-માલિકીની મિલકત
જો તમારી મિલકતના એક કરતાં વધારે માલિકો ધરાવો છો તો તે કિસ્સામાં, તે જરૂરી છે કે બન્ને અથવા તમામ સહ-માલિકો સહ-અરજકર્તા હોય. આ બાબત સુનિશ્ચિત કરે છે કે તમારી મિલકત સલામત રહે અને મિલકતમાં રોકાણમાંથી બન્ને માલિકોને લાભ મળી રહે.
સહ-અરજદાર
-
વય
18 થી 80 વર્ષ
-
તમારે સહ-અરજદાર શા માટે ઉમેરવા જોઇએ?
-
તમારે સહ-અરજદાર શા માટે ઉમેરવા જોઇએ? જો તમે હોમ લોનની પાત્રતાને વધારવા માગતા હો, તો તમે સહ-અરજદારને પોતાની સાથે જોડી શકો છો, પછી ભલે ને તેઓ કમાતા ન હોય. આ તમને મોટી હોમ લોન લેવા માટે લાયક બનાવશે. તમારા સહ-અરજદાર તમારા પત્ની અથવા લોહીના સંબંધી હોઇ શકે છે.
-
કારણ કે ICICI HFC મહિલાઓને સહ-અરજદાર તરીકે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવા મહિલાઓને સારો વ્યાજ દર ઉપલબ્ધ કરાવે છે.
-
જો તમારી સંપત્તિના એક કરતા વધારે માલિક હોય તો, જરૂરી છે કે બંને અથવા તમામ સહ-માલિકો સહ-અરજદાર હોય. તે સુનિશ્ચિત કરશે કે તમારી સંપત્તિ સુરક્ષિત છે અને બંને માલિકોને સંપત્તિમાં રોકાણનો ફાયદો મળી શકે
ICICI HFC પાસેથી લોન શા માટે લેવી?
લોન પ્રોડક્ટ્સ માત્ર તમારા માટે જ ડિઝાઇન કરાયેલી છે.
અપના ઘરએ એવા લોકો માટે પોતાની રીતની પહેલી હોમ લોન છે જે લોકોએ ક્યારેય પહેલાં લોન લીધી નથી, અથવા તો લોનની ચુકવણીનો સારો ઇતિહાસ ધરાવે પરંતુ તેમની પાસે ઔપચારિક દસ્તાવેજો નથી હોતા. અમે લાયકાતના સરળ માપદંડો સાથે અપના ઘર જેવી પ્રોડક્ટ્સનું નિર્માણ કરીએ છીએ કારણ કે અમે પોતાની માલિકીનું ઘર હોવાના તમારા સ્વપ્નને સમર્થન આપીએ છીએ.
ઝડપી અને સરળ લોન પ્રોસેસિંગ
તમે 72 કલાક જેટલા એકદમ ઓછા સમયમાં લોન મેળવી શકો છો. અમારી 135+ ICICI HFC શાખાઓ પૈકી દરેકમાં અમે કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતો ધરાવી છીએ જેઓ સ્થળ પર જ તમારી લોનની અરજીની દસ્તાવેજોની વારંવાર વિનંતી કર્યા વિના સમીક્ષા કરશે. તમે તમારી લોનની પ્રક્રિયા શરૂ કરવા માટે તમારી નજીકની ICICI HFC શાખામાં પણ જઇ શકો છો.
સર્વ માટે હાઉસિંગને પરવડી શકે તેવું તેમ જ વાસ્તવિક બનાવીએ છીએ
તમારી નજીકની ICICI HFC શાખામાં જવાનો મોટો ફાયદો સ્પેશિયલ ઓફર્સ છે. અમારા ઇન-હાઉસ તમને પ્રત્યેક ઓફર્સના ફાયદા સમજાવશે, જેથી કરીને તમે વાસ્તવમાં તમને મદદ કરે તેવી ઓફર પસંદ કરી શકો. ડીલ ઓફ ધ ડે મેળવવા માટે અમારે ત્યાં આવો.
તમારા સ્થાનિક નિષ્ણાતને મળો
અમારા સ્થાનિક નિષ્ણાતો તમને તમારી ઘરની ખરીદીની યાત્રામાં દરેક પગલે તમારું માર્ગદર્શન કરશે. તેઓ તમારી ભાષા બોલે છે અને તમારી લોકાલિટી સાથે પરિચિત છે. તેઓ તમને જરૂરી નાણાંકીય સહાયતા મેળવી અપાવવા માટે પ્રતિબદ્ધ છીએ. તમારી નજીક આવેલી શાખાને શોધી કાઢો અને મૈત્રીપૂર્ણ ચહેરા સાથે મુલાકાત કરો.
વ્યાપક રેન્જમાં રહેલી પ્રોડક્ટ્સ
તમે જ્યારે અમારી પાસેથી હોમ લોન લો છો, ત્યારે તમે ICICI HFC પરિવારનો સભ્ય બની જાવ છો. ICICI HFCના વર્તમાન ગ્રાહક તરીકે, તમારી અરજીની સમીક્ષા ઝડપથી થઇ શકે છે, કારણ કે ઘણી બધી તપાસ પહેલાં જ થઇ ગઇ હોય છે ને દસ્તાવેજો પહેલા જ અમારી સિસ્ટમમાં હોય છે. તમને હોમ લોનની આજે જરૂર છે કે ગોલ્ડ લોનની કાલે, અથવા તો તમારી બચતને વધારવા માટે FD કરાવવા માગો છો, અમે તમારી મદદ કરી શકીએ છીએ.
અરજી ક્યા કરશો
અમારી 135+ ICICI HFC શાખાઓ પૈકી કોઇ એકમાં મદદ માટે ચાલ્યા આવો. અમારા પડોશના નિષ્ણાતો તમને અમારી ઝડપી અને સરળ હોમ લોન પ્રક્રિયા મારફત તમારી મદદ કરી શકે છે અને તમને 72 કલાક જેટલા ઓછા સમયમાં લોનની ફાળવણી કરાવી આપી શકે છે. તમારી નજીકની ICICI HFC શાખાનો આજે જ સંપર્ક કરો. જો તમારી નજીક ICICI HFC શાખા નથી તો તમારી લોન અરજીની પ્રક્રિયા શરૂ કરવા માટેતમારી નજીકની ICICI બેન્ક શાખામાં જાવ.
તમે સાથે જ અમને 1800 267 4455 પર પણ કોલ કરી શકો છો.
કેવી રીતે અરજી કરવી
- જરૂરી દસ્તાવેજો સાથે તમારી લોનની અરજીને જમા કરાવવા માટે 10 મિનિટનો સમય લો
- KYC ચેક માટે રૂપિયા 3000 + GST @18% (પરત નહીં ચુકવાપાત્ર) લોગઇન ફી તરીકે ચુકવો.
- તમારી અરજીની અમારા નિષ્ણાતોની ટીમ મારફત ત્વરિત સમીક્ષા કરાવો જેઓ તમારા વર્તમાન EMIs, વય, આવક અને સંપત્તિનો અભ્યાસ કરી રહ્યા છે.
- અમારી નિષ્ણાતોની ટીમ પાસેથી લોનની રકમની મંજૂરી અને માન્યતા મેળવો, જેઓ અમારી દરેક ICICI HFC શાખામાં હાજર છે.
- લોનની રકમના 1% અથવા રૂપિયા 11,000 + GST @18%, જે પણ વધુ હોય તે પ્રોસેસિંગ ફી ચુકવો
- માન્ય રકમ તમને તમારી સંપત્તિના તબક્કાના આધારે ફાળવી દેવામાં આવશે.
જો તમે એકદમ પરફેક્ટ ઘર શોધી રહ્યા હો તો, તમે અમારી ઇઝી-ટુ-યુઝ પ્રોપર્ટી સર્ચ પોર્ટલનો ઉપયોગ તમારા બજેટને અનુકૂળ ઘર શોધવા માટે કરી શકો છો.
PMAY સબસિડી કેલક્યુલેટર
તમે પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY) માટે લાયક છો કે નહીં અને તમે PMAY હેઠળ તમને કેટલી સબસિડી મળશે તે PMAY કેલક્યુલેટરની મદદથી જાણો
શું તમે સરકાર દ્વારા કોઇપણ હાઉસિંગ યોજના હેઠળ કેન્દ્રીય સહાયતા મેળવી છે અથવા PMAY નો કોઇ ફાયદો મેળવ્યો છે?
શું આ તમારું પહેલું પાક્કું મકાન છે?
પરિવારની વાર્ષિક આવક દાખલ કરો
Thirty Thousand
લોનની રકમ
Ten Lakhs
લોનનો સમયગાળો (મહિનાઓ) દાખલ કરો
8 year's and 1 month
PMAY Subsidy Amount
0
સબસિડીની કેટેગરી
EWS/LIG
EMI માં કુલ ઘટાડો
ચોખ્ખુ ઘટાડા મૂલ્ય
નીચેની વિગતો ભરો
સ્વરોજગાર ધરાવતી વ્યક્તિ માટે અપના ઘર માટે જરૂરી દસ્તાવેજો
લોનની મંજૂરી માટે વારંવાર ધક્કા ખાવા કરતા આ દસ્તાવેજો જમા કરાવો અને તમારી લોન માટે 72 કલાક જેટલા ઓછા સમયમાં મંજૂરી મેળવો.
- તમે સહી કરી છે તે અરજીને સંપૂર્ણપણે ભરો.
- ઓળખ અને રહેણાંક પુરાવા (KYC), જેવા કે PAN કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ
- આવકના પુરાવા, જેવા કે તાજેતરના 2 ઇન્કમટેક્ષ રિટર્ન, P&L ખાતાઓ અને B/S (શિડ્યુલ સાથે), છ મહિનાના બેન્ક સ્ટેટમેન્ટ વગેરે સહિત છેલ્લા બે વર્ષની નાણાકીય વિગતો.
- સંપત્તિના દસ્તાવેજ (જો તમે સંપત્તિ ફાઇનલ ન કરી હોય તો)
સ્વરોજગાર ધરાવતી વ્યક્તિ માટે અપના ઘર માટે દરો અને ચાર્જિસ
અમે અમારા દરો અને ચાર્જીસને પારદર્શક બનાવ્યા છે.
ચાર્જીસ | દરો* |
લોગઇન ફી (KYC ચેક માટે) | રૂપિયા 3,000 + 18% GST |
પ્રોસેસિંગ/એડમિનિસ્ટ્રેશન ફી (મંજૂરીના સમયે વસુલાશે) લોનની રકમના | લોનની રકમના 2% (સ્વરોજગાર ધારક) અથવા તો ₹ 11,000 + GST @18%, જે પણ વધારે હોય* |
પ્રી પેમેન્ટ ચાર્જીસ | જો તમે તમારી હોમ લોનનો અણુક હિસ્સો અથવા તમામ લોનને ચુકવી દેવા સમર્થ હો તો તમે તમારી હોમ લોનને આખી અથવા તેના હિસ્સાને તમારી અનુકૂળતા પ્રમાણે સેટલ કરી શકો છો. પછી ભલેને તમે ગમે તેટલી મુદ્દત કેમ પસંદ ન કરી હોય *# |
* ઉપર નિર્દિષ્ઠ ટકાવારી એક્સક્લુઝિવ છે અને લાગુ પડતા કરવેરા અને અન્ય કાનૂની કરો લેવાશે જો આવી કોઇપણ રકમ નાણા વર્ષમાં પહેલાથી ચુકવાયેલી રકમ સામેલ રહેશે
# ઉપરના દરો અને ચાર્જ સિવાય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) અને અન્ય સરકારી કરવેરા, વગેરે પ્રવર્તમાન દરે ચાર્જ કરાશે .
ડિસ્ક્લેઇમરઃ:
અહીં ઉપર જણાવેલા દરો, ફી, સમય-સમયે પરિવર્તન/રિવિઝન કરવાને પાત્ર છે અને તે ICICI હોમ ફાઇનાન્સનો વિશેષાધિકાર રહેશે.
ICICI હોમ ફાઇનાન્સ પર ફ્લોટિંગ વ્યાજ દર ICICI હોમ ફાઇનાન્સ પ્રાઇમ લેન્ડિંગ દર (IHPLR) સાથે લિન્ક્ડ છે.
કેલક્યુલેટરનો આશય માત્ર માર્ગદર્શન હેતસર છે, તે કોઇ પરિણામ આપતું નથી અને તેનું પરિણામ વાસ્તવિક કરતા અલગ હોઇ શકે છે.
અપના ઘર વિશે છાશવારે પુછાતા પ્રશ્નો
1. અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ (પરવડી શકે તેવી મકાનોની યોજના) શુ છે?
2022 સુધીમાં સૌ માટે મકાન’લક્ષ્યને અનુરૂપ, ભારત સરાકરે પોષાય તેવા મકાનોઅથવા ઓછી કિંમતના મકોનોની યોજના પ્રધાન મંત્રી આવાસ યોજના (PMAY)શરૂ કરી છે જેથી ઓછી આવક ધરાવતા લોકોને ઘર ખરીદવા માટે મદદ કરી શકાય.
એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ મળતા લાભોમાં શહેરી વિસ્તારોમાં ઘરની ખરીદી/બાંધકામ (ખરીદી સહિત) માટે લેવાયેલી વ્યાજ સબસિડી સામેલ છે. સબસિડીનો ફાયદો વ્યક્તિની આવક અને ખરીદવામાં આવનાર મકાન/સંપત્તિના કદ પર આધાર રાખે છે.
2. એફોર્ડેબલ હોમ લોનની ફેરચુકવણી કરવા માટે મહ્ત્તમ કેટલો સમય અપાય છે?
ICICI હોમ ફાઇનાન્સ ખાતે, અમે સમજીએ છીએ કે અલગ-અલગ લોકો અલગ-અલગ નાણાકીય જરૂરિયાતો અને પ્રાધાન્યતા ધરાવે છે. ICICI HFC અપના ઘર હોમ લોન સાથે, તમે ૨૦ વર્ષ કરતા વધારે લાંબી ચુકવણીની મુદ્દત મેળવી શકો છો જેનાથી તમારું EMI નું ભારણ ઓછું થાય. જોકે, સબસિડીનો ફાયદો મહત્તમ 20 વર્ષ પુરતો જ રહેશે
3. એફોર્ડેબલ હાઉસિંગ લોન માટે મહત્તમ ડાઉન પેમેન્ટ કેટલું હોય છે?
એફોર્ડેબલ હાઉસિંગ લોન માટેનું ન્યૂનત્તમ ડાઉન પેમેન્ટ ઘર/સંપત્તિની કુલ કિંમતના 20 ટકા છે
આમ, જો તમે 30 લાખનું મકાન લો અને ICICI HFC અપના ઘર હોમ લોન લો તો, તમારે મહત્તમ ૬ લાખ ડાઉનપેમેન્ટ આપવું પડશે જે તમારા ઘરની કુલ કિંમતના ૨૦ ટકા જેટલું છે.
4. એફોર્ડેબલ હામ લોન કઇ વસ્તુઓ કવર કરે છે?
ICICI HFC અપના ઘર હોમ લોન ખરીદી/બાંધકામ/વર્તમાન ઘર માટે લઇ શકાય છે. વિસ્તારમાં ઘરમાં વધારાનું બાંધકામ જેમ કે વધારાના માળ કે ટોયલેટનું નિર્માણ સામેલ છે. ઘર/સંપત્તિની ફેર ખરીદી પણ એફોર્ડેબલ હોમ લોનમાં સામેલ છે.
5. અફોર્ડેબલ હાઉસિંગ લોનમાં લોનની વધુમાં વધુ રકમ કેટલી છે?
આઈસીઆઈસીઆઈ એચએફસી ની અપના ઘર હોમ લોન પરવડે એવાં હાઉસિંગ ફાઈનાન્સ વિકલ્પો મેળવવા ઈચ્છતા ગ્રાહકો માટે છે. અપના ઘર હોમ લોન હેઠળ મેળવી શકાતી લોનની વધુમાં વધુ રકમ ₹ 30 લાખ છે. લોનની રકમ ₹ 100 લાખ સુધી પણ જઈ શકે છે જો અગર તમે ચુનિંદા મેટ્રો શહેરોમાં ઘર ખરીદી રહ્યા હો.
6. અપના ઘર હોમ લોન સ્કીમના લાભો કયા છે?
અપના ઘર હોમ લોન સ્કીમ પ્રધાન મંત્રી આવાસ યોજના (પીએમએવાય) ના વિસ્તરણ તરીકે તૈયાર કરવામાં આવી છે, જે તમને ₹ 2.67 લાખ સુધીનો સબસિડી લાભ આપે છે.
તમે પગારદાર વ્યક્તિ હો કે પછી નાના વેપારના માલિક, અપના ઘર હોમ લોન સ્કીમ તમને અને તમારા પરિવારને ઘરમાલિક બનવાની તક આપી શકે છે. અપના ઘર વિવિધ આવક ધરાવતા લોકો માટે જ છે અને અન્ય હોમ લોન પ્રોડક્ટ્સ ધરાવે છે એ સીમાઓ દૂર કરવા તૈયાર કરવામાં આવી છે. તમારી પાસે આવકના ઔપચારિક પુરાવાઓ જેમ કે આઈટીઆર ન હોય તો પણ અમારા સ્થાનિક નિષ્ણાતો તમારા બિઝનેસના સ્વરુપને સમજવા અને તમારી આવકનું આંકલન કરવા તમારી સાથે સમય વીતાવશે. તેઓ તમને સાનુકૂળ બની રહે એવી લોનની રકમ અને મુદત નિર્ધારિત કરવામાં તમને સહાય કરવા તાલીમ મેળવેલ છે.
7. અફોર્ડેબલ હાઉસિંગ માટે લાગુ જીએસટી દર શું છે?
નવા તેમ જ ચાલી રહેલા અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે લાગુ હાલનો જીએસટી દર 1%. છે. અફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટની વ્યાખ્યા આ મુજબ છે:
- મેટ્રોપોલિટન શહેરો (દિલ્હી-એનસીઆર, કોલકાત્તા, ચેન્નઈ, મુંબઈ, હૈદ્રાબાદ અને બેંગ્લોર) માં આવેલા ઘરો જે 60 ચોરસ મીટરનો કાર્પેટ એરિયા ધરાવતા હોય.
- નગરો અને નૉન-મેટ્રો શહેરો માટે 90 ચોરસ મીટર વિસ્તાર સુધીના ઘરો.
- મેટ્રો અને નૉન-મેટ્રો બંને માટે ₹ 45 લાખનું ગ્રોસ મૂલ્ય ધરાવતા ઘરો.