વિહંગાવલોકન – LAP

તમારા બિઝનેસની પ્રગતિને વધારવા માગો છો? તમારા બિઝનેસને નવી ઉંચાઇએ લઇ જવા માટે ઝડપી અને સરળ નાણાકીય સમર્થન મેળવો

ICICI HFC લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી (LAP)ને સંપૂર્ણપણે નિર્મિત, રહેણાંક, વ્યવસાયિક અથવા તો લીઝ્ડ સંપત્તિ પર લઇ શકાય છે. આ લોન માટેની શરતો એકદજમ ફ્લેક્સીબલ છે અને તે સંપત્તિ કયા હેતુસર ઉપયોગમાં લેવાય છે તેના પર આધાર રાખશે ICICI HFC LAP તમને નાણાકીય વિકાસ, સેવા માટેની કાર્યશીલ મૂડીની જરૂરિયાતો અને કન્સોલિડેટ ડેબ્ટ (ઋણ)ની ચુકવણી સહિતના કાર્યોમાં મદદ કરી શકે છે.

ICICI HFC LAP ની મદદથી તમે તમારા બિઝનેસને વિવિધ માર્કેટ્સ અને મર્યાદાઓ બહાર વિસ્તારિત કરવા અને તેનું સ્તર વધારવા જરૂરી નાણાકીય જરૂરિયાતો માટે ધિરાણ મેળવી શકો છો.

મહત્વપૂર્ણ વિશેષતાઓ અને ફાયદાઓ – LAP

રૂપિયા 5 લાખથી 10 કરોડ રૂપિયા સુધીની લોન

LAP તમામ કદના બિઝનેસની મદદ કરી શકે છે – ચાહે તમારી જરૂરિયાત નાની હોય કે મોટી, અમે તે તમામને ધિરાણ આપીશું. અમે તમારા જેવા નાના બિઝનેસને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ કારણ કે અમે ઉદ્યોગસાહસિકતાની લાગણીને સમર્થન આપીએ છીએ જે ભારતીય અર્થતંત્રના વિકાસને સંચાલિત કરે છે.

સૌ માટે લોન

LAP પગારદાર વર્ગ જેવા કે સરકારી કર્મચારીઓ અને કોર્પોરેટ વ્યવસાયીઓ, અને સ્વરોજગાર ધારકો જેવા કે ડૉક્ટર્સ, વકીલો, CAs, વેપારીઓ અને નાના બિઝનેસના માલિકો તમામને સમર્થન આપે છે.

લોનની ઝડપી ફાળવણી

તમારા જેવા સ્થાપિત સેટઅપ સાથે, તમે 72 કલાક કરતા પણ ઓછા સમયમાં અમારી દરેક 135+ ICICI HFC શાખાઓમાંથી LAP મેળવી શકો છો. અમે તમારી અરજીની સ્થળ પર જ સમીક્ષા કરવા માટે અને તમને માર્ગદર્શન આપવા માટે કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ ધરાવીએ છીએ, જેથી કરીને તમારે વારંવારની મુલાકાત અને દસ્તાવેજોની વિનંતીનો સામનો ન કરવો પડે. 

ICICI HFC પર જાવ

તમારા EMIનું ભારણ ઘટાડવા માટે અમારી બેલેન્સ ટ્રાન્સફર સુવિધા સાથે ICICI HFC પર તબદિલ થાઓ અને સ્પર્ધાત્મક વ્યાજ દરોનો આનંદ માણો, તેમ જ તમારી લોન સામે કરલાભો પ્રાપ્ત કરો.

ICICI HFC પાસેથી લોન શા માટે લેવી?

તમે 72 કલાક જેટલા ઓછા સમયમાં લોન મેળવી શકો છો. અમારી 135+ ICICI HFC શાખાઓમાં કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ ધરાવીએ છીએ જેઓ તમારી અરજીની સ્થળ પર જ દસ્તાવેજોની વારંવારની વિનંતી વિના સમીક્ષા કરશે. તમે લોનની પ્રક્રિયા શરૂ કરવા માટે તમારી નજીકની ICICI બેન્કની શાખામાં પણ જઇ શકો છો.

તેઓ તમારી યાત્રાના દરેક પગલે તમારી મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેઓ તમારી જ ભાષા બોલે છે અને તમારી લોકાલિટીથી પરિચિત છે. તમારી નજીક રહેલી શાખાને શોધી કાઢવા અહીં ક્લિક કરો અને આમને-સામને બેસીને સાચું માર્ગદર્શન મેળવો. .

તમારી ICICI HFC શાખામાં જવાનો મોટો ફાયદો અમારી વિશેષ ઓફર્સ છે. અમારા ઇન-હાઉસ નિષ્ણાતો તમને દરેક ઓફર્સના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપશે, જેથી કરીને તમે આકર્ષક ડીલ મેળવી શકો.

તમે જ્યારે અમારી પાસેથી હોમ લોન લો છો, ત્યારે તમે ICICI HFC પરિવારનો સભ્ય બની જાવ છો. તે માત્ર લોન નથી, બલકે સંબંધ છે. ICICI HFCના વર્તમાન ગ્રાહક તરીકે, તમારી અરજીની સમીક્ષા ઝડપથી થઇ શકે છે, કારણ કે ઘણી બધી તપાસ પહેલાં જ થઇ ગઇ હોય છે ને દસ્તાવેજો પહેલા જ અમારી સિસ્ટમમાં હોય છે.

ક્યાં અરજી કરવી

અમારી 135+ ICICI HFC શાખાઓમાં મદદ માટે ચાલ્યા આવો. અમારા સ્થાનિક નિષ્ણાતો તમને અમારી ઝડપી અને સરળ લોન પ્રક્રિયામાં સહાયતા કરશે. તમે 72 કલાક જેટલા એકદમ ઓછા સમયમાં લોનની ફાળવણી મેળવી શકો છો. તમારી નજીકની શાખા શોધવા માટે અહીં ક્લિક કરો. જો તમારી નજીક ICICI HFCની શાખા ન હોય તો, તમારી લોનની અરજીની પ્રક્રિયા શરૂ કરવા માટે નજીકની ICICI બેન્ક શાખામાં આવો.

અરજી કેવી રીતે કરશો

 1. જરૂરી દસ્તાવેજો સાથે તમારી લોનની અરજીને જમા કરાવવા માટે 10 મિનિટનો સમય લો
 2. પરત નહીં ચુકવવાપાત્ર અરજી અથવા લોગઇન ફી પેટે રૂપિયા 7,000 અથવા રૂપિયા 10,000 (સંપત્તિ પર આધાર રાખે છે) + GST @ 18% ચુકવો.
 3. તમારી અરજીની અમારા નિષ્ણાતોની ટીમ મારફત ત્વરિત સમીક્ષા કરાવો જેઓ તમારા વર્તમાન EMIs, વય, આવક અને સંપત્તિનો અભ્યાસ કરશે.
 4. અમારી નિષ્ણાતોની ટીમ પાસેથી લોનની રકમની મંજૂરી અને માન્યતા મેળવો, જેઓ અમારી દરેક ICICI HFC શાખામાં હાજર છે.
 5. તમારી લોનને મંજૂરી અપાય ત્યારે લોનની રકમના 1 % અથવા 1.5% જેટલી પ્રોસેસિંગ/એડમિનિસ્ટ્રેટીવ ફી (સંપત્તિના આધારે) + GST @18% ચુકવો

લાયકાત- LAP

પગારદાર વ્યક્તિઓ

 • રાષ્ટ્રીયતા

ભારતીય, ભારતમાં રહેતા લોકો

 • વય મર્યાદા (મુખ્ય અરજદાર)

28 વર્ષ થી 60 વર્ષ

 • ન્યૂનત્તમ આવક

રૂપિયા 7,000 પ્રતિ માસ

 • LAP વ્યાજ દર

તમે તમારા અંગત અને વ્યવસાયિક લક્ષ્યાંકોને પ્રાપ્ત કરો ત્યારે તમે સાચા માર્ગે રહો તે સુનિશ્ચિત કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. તેથી જ અમે તમને એકથી વધારે વ્યાજના વિકલ્પો આપીએ છીએ. અમારા વર્તમાન વ્યવસાયિક સંપત્તિ લોન વ્યાજ દરો છેઃ ફ્લોટિંગ રેટ – 12-15% અને ફિક્સ્ડ દર – 13.10 % અને તેથી વધું

 • સહ-માલિકી વાળી સંપત્તિ

જો તમારી સંપત્તિના એકથી વધારે માલિક હોય તો તેવા કેસ,માં આ જરૂરી છે કે બંને અથવા તમામ સહ-માલિકો અરજદાર હોય. આ સુનિશ્ચિત કરશે કે સંપત્તિ સુરક્ષિત છે અને બંને માલિકોને તેનો ફાયદો થાય.

સ્વરોજગાર ધારક

 • રાષ્ટ્રીયતા

ભારતીય, ભારતના રહેવાસી

 • વય મર્યાદા (મુખ્ય અરજદાર)

28 વર્ષથી 70 વર્ષ

 • LAP વ્યાજ દર

અમે ન્યૂનત્તમ દરની વ્યવસાયિક સંપત્તિ લોન સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ, અમારા વર્તમાન વ્યાજ દરો છેઃ ફ્લોટિંગ દર - 12.20% અને વધું અને ફિક્સ્ડ દર - 13.20% અને વધું.

 • સહ-માલિકી વાળી સંપત્તિ

જો તમારી સંપત્તિના એકથી વધારે માલિક હોય તો તેવા કેસમાં આ જરૂરી છે કે બંને અથવા તમામ સહ-માલિકો અરજદાર હોય. આ સુનિશ્ચિત કરશે કે સંપત્તિ સુરક્ષિત છે અને બંને માલિકોને સંપત્તિમાં રોકાણનો ફાયદો થાય.

સહ-અરજદાર

 • વય મર્યાદા

પગારદાર અને સ્વરોજગાર ધારક – 18 વર્ષથી 65 વર્ષ

 • તમારે સહ-અરજદાર શા માટે ઉમેરવા જોઇએ ?

 • જો તમે તમારી લાયકાતને વધારવા માગતા હો તો, તમે એક કમાઉ સહ-અરજદારને સામેલ કરી શકો છો. તે તમને વધારે મોટી લોનની રકમ મેળવવા લાયક બનાવશે. તમારા સહ-અરજદાર તમારા પત્ની અથવા પરિવારમાં સૌથી નજીકની વ્યક્તિ હોઇ શકે છે.

 • મહિલા સહ-અરજકર્તા હોમ લોન ઉપર ઓછા વ્યાજદરો પ્રાપ્ત કરી શકે છે.

LAP માટે જરૂરી દસ્તાવેજો

અહીં નીચે જણાવેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો લઇને અમારી 135+ ICICI HFC શાખાઓ પૈકી કોઇ એકમાં તમારી અરજીને 72 કલાક જેટલા ઓછા સમયમાં, વધારે ધક્કા ખાધા વિના પૂર્ણ કરવા માટે ચાલ્યા આવો.

પગારદાર વ્યક્તિઓ

 • સંપૂર્ણપણે ભરાયેલી અરજી તમારી સહી સાથે.
 • ઓળખ અને રહેઠાણનો પુરાવો (KYC), જેમ કે આધાર, પાન કાર્ડ, ચૂંટણી ઓળખ પત્ર, NREGA દ્વારા ઇશ્યૂ કરાયેલું જોબ કાર્ડ વગેરે.
 • આવકના પુરાવા જેમ કે છેલ્લા 2 મહિનાની પગાર સ્લિપ, લેટેસ્ટ ફોર્મ 16, અને ત્રણ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ
 • સંપત્તિના દસ્તાવેજ

સ્વરોજગાર ધારક વ્યક્તિઓ

 • સંપૂર્ણપણે ભરાયેલી અરજી તમારી સહી સાથે.
 • ઓળખ અને રહેઠાણનો પુરાવો (KYC), જેમ કે PAN કાર્ડ, ચૂંટણી ઓળખ પત્ર, આધાર વગેરે.
 • આવકના પુરાવા જેમ કે 2 લેટેસ્ટ ઇનકમ રિટર્ન્સ, બે વર્ષના લેટેસ્ટ P&L એકાઉન્ટ્સ અને B/S (શિડ્યુઅલ સાથે), છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ, વગેરે.
 • સંપત્તિના દસ્તાવેજ

સ્વરોજગાર ધારક વ્યક્તિગત નહીં

 • સંપૂર્ણપણે ભરાયેલી અરજી તમારી સહી સાથે
 • ઓળખ અને રહેઠાણનો પુરાવો (KYC), જેમ કે પાન કાર્ડ, GST રજિસ્ટ્રેશનની નકલ , AOA, MOA ઓફ કંપની વગેરે.
 • આવકના પુરાવા, જેમ કે 2 લેટેસ્ટ ઇનકમ રિટર્ન્સ, બે વર્ષના લેટેસ્ટ P&L એકાઉન્ટ્સ અને B/S (શિડ્યુઅલ સાથે), છ મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ, વગેરે.
 • સંપત્તિના દસ્તાવેજો

LAP માટે ચાર્જીસ અને દરો

અમારા દરો અને ચાર્જીસને અમે એકદમ પારદર્શક બનાવ્યા છે

ચાર્જીસના દર*
લોગઇન/અરજી ફી (KYC ચેક માટે)  રૂપિયા 7,000 અથવા રૂપિયા 10,000 (સંપત્તિ પર આધાર રાખે છે) + GST @18%
પ્રોસેસિંગ/એડમિનિસ્ટ્રેટીવ ફી પેટે (મંજૂરીના સમયે વસુલાશે) લોનની રકમના 1 %  અથવા 1.5% (સંપત્તિ પર આધાર રાખે છે) + GST @18%
પ્રીપેમેન્ટ ચાર્જીસ વ્યક્તિગત લોકો (પગારદાર અથવા સ્વરોજગાર ધારકો માટે), જો તમે તમારી LAP ને સંપૂર્ણ અથવા તેના કોઇ હિસ્સાને ચુકવવા સમર્થ હો તો, તમે તેને તમારી અનુકૂળતાએસેટલ કરવાનું પસંદ કરી શકો છો. ભલેને તમારી મુદ્દત ગમે તેટલી કેમ ન હોય, અમે પાર્ટ કે ફૂલ પ્રીપેમેન્ટ માટે ન્યૂનત્તમ 4%દર પ્રીપેમેન્ટ તરીકે વસુલીએ છીએ.
રૂપાંતર ફી 1.00%, વત્તા લાગુ પડતાં કરવેરા, POS રકમ ઉપર બિન-HN માટે

*ઉપરના ટકાએ લાગુ પડતા કરવેરા અને અન્ય કાનૂની કરવેરા જો લાગુ પડતા હોય તો તેના કરતા અલગ છે. આવી રકમમાં જેતે નાણાં વર્ષમાં આગોતરી ચુકવાયેલી તમામ રકમ સામેલ રહેશે..

#ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST), અને અન્ય લાગુ પડતા કર, વેરા વગેરે, પ્રવર્તમાન દરો પર લાગુ પડશે તે ઉપર જણાવેલા ચાર્જીસ સિવાય વસુલાશે.

ડિસ્ક્લેઇમરઃ

ઉપર જણાવ્યા પ્રમાણે દરો, ફીમાં સમય-સમયે પરિવર્તન/ફેરફાર થઇ શકે છે જે ICICI હોમ ફાઇનાન્સનો વિશેષ અધિકાર રહેશે.

ICICI હોમ ફાઇનાન્સ ઉપર ફ્લોટિંગ રેટ, ICICI હોમ ફાઇનાન્સ કંપની પ્રાઇમ લેન્ડિંગ રેટ (IHPLR) સાથે જોડાયેલો છે.

મિલકત સામે લોન, અવાર-નવાર પૂછાતાં પ્રશ્નો

તમે બિઝનેસ અને અંગત જરૂરિયાતો બંને માટે LAP લઇ શકો છો. તે તમને તણાવ કરી શકે તેવી કોઇપણ વસ્તુમાં તમારી મદદ કરી શકે છે અને સુનિશ્ચિત કરી શકે છે કે તમને તે ન થાય.

 • બિઝનેસનો વિસ્તાર
 • કાર્યશીલ મૂડી
 • ઋણ એકીકરણ
 • તમારા સંતાનનું શિક્ષણ
 • તમારા સંતાનના લગ્નનો ખર્ચ 
 • ત્વરિત મેડિકલ ખર્ચાઓ

లేదా IHFC నిర్దేశించినట్లు

LAP માટે અમારા લાયકાતના ધોરણે ખુબ જ ફ્લેક્સીબલ છે અને અમે ખુબ જ સરળ લાયકાતના ધોરણો ધરાવીએ છીએ. અમે સાથે જ ઓછામાં ઓછા દસ્તાવેજો અને ઝડપી પ્રતિભાવ સમય પણ સુનિશ્ચિત કરીએ છીએ. અમારી પ્રત્યેક 135+ ICICI HFC શાખઆઓ પૈકી, તમને કાનૂની અને ટેક્નિકલ નિષ્ણાતોની ટીમ મળશે, જેઓ તમને સમગ્ર પ્રક્રિયા દરમિયાન માર્ગદર્શન આપશે, એક સમયે એક પગલાની, અને તમને તેઓ પોતાનાથી શક્ય તેટલી તમામ મદદ કરશે. 

તમારા પત્ની, અથપા પરિવારના એકદમ નજીકના સભ્ય તમારા સહ-અરજદાર બની શકે છે, પછી ભલે ને તેઓ કમાતા ન હોય. જોકે, જો તમે તમારી લાયકાતને વધારવા માગતા હો, તો તમારા સહ-અરજદાર કમાતા હોવા જોઇએ. જો તમારી સંપત્તિ બે કે તેથી વધારે લોકોની સહ-માલિકીની હોય તો, આ જરૂરી છે કે તમામ સહ-માલિકો તમારી લોન માટે સહ-અરજદાર હોય.